Navratri 2024:સુરતમાં આઠમે જૂના અંબાજી મંદિરમાં ઉમટી ભીડ, દશેરાએ નીકળશે નગરયાત્રા
હાલ આદ્યશક્તિની આરાધના સમું નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે આજે આઠમના દિવસે સુરત શહેર

હાલ આદ્યશક્તિની આરાધના સમું નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે આજે આઠમના દિવસે સુરત શહેરના જૂના અંબાજી મંદિરમાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં હતાં. આ મંદિર 400 વર્ષ કરતા વધુ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. આજના પવિત્ર દિવસે માતાજીના દર્શન કરીને ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
નવરાત્રિમાં વિશેષ આયોજન
પૌરાણિક એવા જૂના અંબાજી મંદિરમાં શિવાજી મહારાજ પણ પૂજા અર્ચના કરવા માટે આવતા હતા. ત્યારે ભાવિકોની મનોકામના પૂર્ણ કરતાં આ મંદિરમાં નવરાત્રિ નિમિતે વિશેષ અનુષ્ઠાન કરવાની સાથે સાથે કાર્યક્રમો યોજવામાં આવે છે. ભાવિકો મોટી સંખ્યામાં ઉમટતાં હોવાથી વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ચાંદીના રથમાં નગરયાત્રા
જૂના અંબાજી મંદિરથી માતાજીની દશમના દિવસે નગરયાત્રા યોજવામાં આવે છે. આ નગરયાત્રાની પરંપરા લગભગ 50 વર્ષથી વધુથી ચાલી રહી છે. શરૂઆતમાં પાલખીમાં માતાજીને બેસાડી નગરયાત્રા કરવા માટે પૂજારી અને ભક્તો નીકળતા હતા. આજે આ પરંપરા બદલાઈ છે. ચાંદીના રથમાં માતાજી બિરાજમાન થઈ અને નગરજનોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળે છે.








