મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસ

ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. યાત્રિકોની સુવિધા માટે ભવનાથ તળેટીમાં ૨૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે.

ભાવિકો માટે ગરમાગરમ ભોજન પીરસાઈ રહ્યું છે

ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભાવિકો માટે ગરમાગરમ ભોજન પીરસાઈ રહ્યું છે. બુંદી-ગાંઠિયાથી લઈને ભજીયા, લાડવા, રોટલા અને દાળ-ભાત સહિતની અનેક વાનગીઓથી ભક્તોની આંતરડી ઠારવામાં આવે છે. મોટા અન્નક્ષેત્રોમાં તો હજારો લોકો માટે રોટલી બનાવવાના મશીનો પણ કાર્યરત કરાયા છે.

આ સમાચાર શેર કરો