સુરતના ભાગળ ચાર રસ્તા પર મટકી ફોડ કાર્યક્રમમાં ઉમટી જનમેદની, પ્રથમવાર મહિલા મંડળે ફોડી મટકી
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાગળ ચાર રસ્તા ખાતે મુખ્ય મટ

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાગળ ચાર રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતાં. જેને જોવા માટે શહેરભરમાંથી મેદની ઉમટી પડી હતી. પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી.
ઢોલ નગારા અને ગીત સંગીતના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ગોવિંદા મંડળ દ્વારા પોતાના રંગીન ડ્રેસ કોડમાં પહોંચીને અલગ અલગ કરતબ બતાવતા મટકી ફોડવા માટે પીરામીડ કરવામાં આવ્યા હતાં. દિલધડક પીરામીડ અને કરતોને જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા હતા.
ગોવિંદા આલા રે..સહિતના ગીતોના નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મટકી ફોડના વિજેતાઓને 11હજારનું પ્રથમ ઈનામ આપવામાં આવ્યું હતું. સાથે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. મહિનાઓની મહેનત બાદ આજે ગોવિંદા મંડળોએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરતો કાર્યક્રમ આપ્યો હતો.






