સુરતમાં 50થી વધુ ઘરફોડ ચોરી કરનાર ગુનેગારને દબોચાયો, ભાઈને જેલમાં મળવા જાય એટલે ચોરીને આપતા અંજામ
સુરતમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપી વિજય હિંમત મકવાણાને ઝડપી લીધો છે. પોલીસે તેની ધર

સુરતમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપી વિજય હિંમત મકવાણાને ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ અઠવાલાઈન્સની ન્યુ કોર્ટ બિલ્ડિંગ પાસેથી કરી હતી અને 2,39,950ના મુદ્દામાલ સાથે રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં તેણે અઠવાલાઈન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી જેવા વિસ્તારોમાં કુલ 18 દુકાનો, મેડિકલ સ્ટોર અને ક્લિનિકને ટાર્ગેટ કર્યા હતા.
આ પણ વાંચોઃ સુરતની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં NSUIના દેખાવો, DEO કચેરીએ શર્ટ કાઢી વિરોધ પ્રદર્શન
બન્ને ભાઈ રીઢા ગુનેગાર
આરોપી વિજય મકવાણાએ 18 જગ્યાએ તેણે ચોરી કરી છે. તેનો ભાઈ અરવિંદ પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અરવિંદ ચાર મહિના પહેલા જ ચોરીના ગુનામાં પકડાયો હતો અને ત્યારબાદ તેને જેલ મોકલવામાં આવ્યો. વિજય ભાઈને મળવા માટે જેલમાં આવતો હતો અને તે દરમિયાન સુરતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.આરોપી કુલ 50થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં તેણે ચોરી કરી છે.
સુરક્ષા નબળી હોય ત્યાં ચોરી કરતા
આરોપી પાસેથી કુલ 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં 1.50 લાખ રોકડ રકમ, સોનાનું બ્રેસલેટ અને iPhone શામેલ છે. પોલીસના જણાવ્યા મુજબ, વિજય મકવાણા ઘરફોડ ચોરીમાં એક્સપર્ટ બની ગયો છે અને પોલીસથી બચવા માટે નવી પદ્ધતિઓ અપનાવતો હતો. તે ખાસ કરીને એવા સ્થળોને ટાર્ગેટ કરતો જ્યાં લોકોની હાજરી ઓછી રહેતી અને સુરક્ષા વ્યવસ્થા નબળી હોતી.








