મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમીશ્નરે કહ્યું, “શહેરમાં ગુનાખોરી કાબુમાં”

અમદાવાદ શહેર પોલીસે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શહેરમાં બની રહેલા ક્રાઈમ ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી હતી

અમદાવાદ :  ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમીશ્નરે કહ્યું, “શહેરમાં ગુનાખોરી કાબુમાં”

અમદાવાદ શહેર પોલીસે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શહેરમાં બની રહેલા ક્રાઈમ ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં CP, DCP, PI સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે કહ્યું કે શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર  જમીન માફિયાઓ  સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અગામી સમયમાં પણ ચાલુ રહેશે. આરોપીઓ સામે ગુજસીટોકની કલમ લગાડવા લગાડવાની જરૂર જાણશે તો તેવું પણ  કરવામાં આવશે.

એક જ પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા 4500થી વધુ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી  છે. અગામી સમયમાં પણ અન્ય પોલીસકર્મીઓની બદલી કરવામાં આવશે. પોલીસ કમિશ્નરે ગુનાઓની સમીક્ષાને લઈ જે કોન્ફરન્સ યોજી હતી જેમાં સામે આવ્યું છે  કે છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે.લોકો અલગ-અલગ રીતે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે અને આરોપીઓ  રૂપિયા પડાવતા હોય છે. આ અંગે  સાયબર ક્રાઈમ પણ ઉંડાણપૂર્વક તપાસ કરીને ગુના નોંધી રહી છે અને ફરિયાદીને રૂપિયા પરત અપાવી રહી છે. 

અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબુમાં છે. હત્યાના ગુનામાં 33%નો ઘટાડો તો હત્યાના પ્રયાસના ગુનામાં 21%નો ઘટાડો નોંધાયો છે. બળાત્કારની ઘટનામાં 12%નો ઘટાડો છે. આ વર્ષે પોલીસે સૌથી વધારે ગુનાઓની અટકાયત કરી  છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો