મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદ્યાર્થીની હત્યાનો મામલો: આરોપી સગીરના પિતા 20 વર્ષ પહેલા પકડાયા હતા ચોરીના ગુનામાં

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સે

વિદ્યાર્થીની હત્યાનો મામલો: આરોપી સગીરના પિતા 20 વર્ષ પહેલા પકડાયા હતા ચોરીના ગુનામાં

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સત્તાણીની હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. આ ઘટનામાં બે સગીર વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી છે, અને આ હત્યા બોલાચાલીની જૂની અદાવતનું પરિણામ હોવાનું ખુલ્યું છે. 19 ઓગસ્ટ, 2025ના રોજ શાળા પરિસરની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી નયન સત્તાણીની હત્યા ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થી દ્વારા કટર કિચન નામના તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી.

આરોપી સગીર છેલ્લા એક વર્ષથી આ હથિયાર પોતાની પાસે રાખતો હતો

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સગીર છેલ્લા એક વર્ષથી આ હથિયાર પોતાની પાસે રાખતો હતો. 13 ઓગસ્ટના રોજ આરોપીનું મૃતક નયનના પિતરાઈ ભાઈ સાથે ઝઘડો થયો હતો, જેમાં નયન સાથે પણ બોલાચાલી થઈ હતી.

આરોપીના પિતા 20 વર્ષ પહેલાં ચોરીના કેસમાં પકડાયા 

આ અદાવતને કારણે આરોપીએ હત્યાનું કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.મુખ્ય આરોપી સગીર શાહઆલમ વિસ્તારમાં રહે છે અને તેના પિતા, જે મૂળ રાજસ્થાનના છે, જમાલપુરમાં પતંગનો વ્યવસાય કરે છે. તેના  પિતા 20 વર્ષ પહેલાં ચોરીના કેસમાં પકડાયા હતા. આરોપી સગીર પહેલેથી જ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે હત્યામાં મદદ કરનાર અન્ય સગીર ચાર મહિના પહેલાં આ શાળામાં જોડાયો હતો. આ બીજા સગીરના પિતાનું ચાર મહિના પહેલાં અવસાન થયું હતું, અને તે અગાઉ સેટેલાઇટની એક જાણીતી શાળામાં અભ્યાસ કરતો હતો.

આ સમાચાર શેર કરો