મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શ્રમિક પરિવારની 6 મહિનાની અપહ્યત બાળકીને ક્રાઈમ બ્રાન્ચે MPમાંથી શોધી કાઢી, 4 આરોપીઓને દબોચ્યા

ગુજરાતના ધોળકામાંથી અમદાવાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચે છ માસની બાળકીના અપહરણ કેસ

Ahmedabad news: શ્રમિક પરિવારની 6 મહિનાની અપહ્યત બાળકીને ક્રાઈમ બ્રાન્ચે MPમાંથી શોધી કાઢી, 4 આરોપીઓને દબોચ્યા

ગુજરાતના ધોળકામાંથી  અમદાવાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચે છ માસની બાળકીના અપહરણ કેસને ઉકેલી નાખ્યો છે. બાળક ચોરી ગેંગનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.બાળકીના અપહરણ કેસમાં પોલીસે સફળતા મળી છે. બાળકીનો પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું અને અપહરણ  કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે.

શ્રમિક પરિવાર સૂતો હતો અને બાળકીને ચોરીને શખ્સો થયા હતા ફરાર

ધોળકાના કલીકુંડ વિસ્તારમાં ફુગ્ગા વેચતા શ્રમિક પરિવાર ફૂટપાથ પર આરામ ફરમાવતો હતો, તે સમયે અજાણ્યા શખ્સો છ મહિનાની બાળકીને લઈને ફરાર થયા હતા. બાદમાં તેઓ બાળકીને લઈને અન્ય રાજ્યમાં ગયા હતા. આ સમગ્ર મામલે બાળકી ગુમ થયાની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવા આધારે તપાસ શરૂ કરી હતી. 

MPમાંથી અપહ્યત બાળકી મળી

મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ ટીમો બનાવીને વિવિધ રાજ્યોમાં અપહરણકર્તાઓની તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મધ્યપ્રદેશમાં આ શખ્સો બાળકી સાથે જોવા મળ્યા છે. પોલીસે મધ્યપ્રદેશમાં શખ્સો સાથે બાળકી મળી આવી અને તમામની ધરપકડ કરીને અપહરણ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

બાળક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી સંભાવના

તો બીજી તરફ આ કેસ ઉકેલ્યા બાદ બાળક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સો બાળકીનું અપહરણ કરીને અમદાવાદના ધોળકાથી ઔરંગાબાદ ત્યારબાદ મધ્ય પ્રદેશ લઈ ગયા હતા. અને પોલીસની ટીમો  ત્યાંથી અમદાવાદ ગ્રામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા.

આ સમાચાર શેર કરો