મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકા/ ખંભાળિયામાં પાટીલનો વિરોધ, ભાજપના લોકાર્પણ કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી; ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની કરી માંગ

દ્વારકાના જામખંભાળિયામાં દ્વારકેશ કમલમનું લોકાર્પણ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પહોંચ્યા હતા. આ દ

દ્વારકા/ ખંભાળિયામાં પાટીલનો વિરોધ, ભાજપના લોકાર્પણ કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી; ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની કરી માંગ

દ્વારકાના જામખંભાળિયામાં દ્વારકેશ કમલમનું લોકાર્પણ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પહોંચ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પાટીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજે કાળી પટ્ટી લઇને પાટીલનો વિરોધ કર્યો હતો.

રૂપાલાને હટાવવાની માંગ

જામ ખંભાળિયામાં દ્વારકેશ કમલમના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને સુત્રોચ્ચાર કરીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી.

ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખુરશીઓ ઉછાળવામાં આવતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે વધારે મહેનત કરવી પડી હતી અને જેમ તેમ કરીને મામલો થાળે પાડી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્ષત્રિય સમાજનો વિરોધને જોતા પોલીસે વિરોધ કરતા લોકોને બહાર કાઢ્યા હતા અને દોરી બાંધીને બેરિકેડિંગ કરી નાખ્યું હતું.

રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ

રાજ્યભરમાં રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. ઠેર ઠેર અનેક રેલીઓ કાઢવામાં આવી રહી છે અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ રૂપાલા આ ઘટનાને લઇને અનેક વખત જાહેરમાં માફી માંગી ચુક્યા છે પણ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.

આ સમાચાર શેર કરો