મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘આ વખતે કોંગ્રેસનો રેકોર્ડ તોડી નાખો’, પાટીલે કાર્યકરોને કરી ખાસ અપીલ; જાણો શું છે તે ખાસ રેકોર્ડ

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અમદાવાદમાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતવાના કોંગ્

‘આ વખતે કોંગ્રેસનો રેકોર્ડ તોડી નાખો’, પાટીલે કાર્યકરોને કરી ખાસ અપીલ; જાણો શું છે તે ખાસ રેકોર્ડ

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અમદાવાદમાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતવાના કોંગ્રેસના 1984ના રેકોર્ડને તોડવા માટે પાર્ટી કાર્યકર્તાઓએ વધારે મહેનત કરવી પડશે.

પાટીલે સાબરમતી રિવરફ્રન્ટ પર એક બૂથ સ્તરીય સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું, “1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ બનેલા માહોલના લાભને કારણે કોંગ્રેસ 403 બેઠક (લોકસભામાં) જીત્યું હતું. આ વખતે આપણે આ રેકોર્ડ તોડવાનો છે. મને વિશ્વાસ છે કે તમે આ કરી શકો છો, તેના માટે એકમાત્ર જરૂર મારી બનાવેલી પ્રણાલીનું પાલન કરવાની છે.”

ગુજરાતની 26 લોકસભા બેઠક પર 5 લાખથી વધુ મતના અંતરથી જીતનો વિશ્વાસ

પાટીલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પાંચ લાખ કરતા વધુ મતના અંતરથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તાજેતરમાં તેમનું નિવેદન જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે ચૂંટણી જીતવા માટે કોઇ જાદુની લાકડી નથી. પાટીલે કહ્યું, “અમારો આત્મવિશ્વાસ ઉંચો છે પરંતુ જો કાર્યકર્તા એમ વિચારીને પાર્ટી અધ્યક્ષ પર વિશ્વાસ કરીને બેઠા રહેશે તો તેમની પાસે જાદુની લાકડી છે અને તેમણે કઇ કરવાની જરૂર નથી અને લીડ પાક્કી થઇ જશે તો શું તેનાથી નુકસાન નહીં થાય? શું મારે એમ જણાવવાની જરૂર છે કે જે પણ જાદૂની લાકડી છે તે તમારા (પાર્ટી કાર્યકર્તા)ના હાથમાં છે?”

પાટીલે કહ્યું, કાર્યકર્તાઓને એમ પાક્કુ કરવા માટે પણ કહ્યું કે તે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કરેલી ભૂલોને રીપિટ ના કરે જ્યારે ભાજપ સામાન્ય અંતરથી 26 બેઠક હારી ગયું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ 156 બેઠક જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને શ્રેય આપતા પાટીલે કહ્યું કે લોકોને ઉમેદવાર વિશે પોતાની વ્યક્તિગત પસંદ કે નાપસંદને અલગ રાખતા પીએમ મોદીને વિજયી બનાવવાના ઇરાદાથી ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.

આ સમાચાર શેર કરો