મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ખ્યાતિ કાંડના બે આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી, કાર્તિક પટેલની અરજી પર પડી મુદત

ખ્યાતિ કાંડના કેસમાં આરોપી રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પાટોડિયાની ડિસ્ચાર્જ અરજી સરકારી

Ahmedabad news: ખ્યાતિ કાંડના બે આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી, કાર્તિક પટેલની અરજી પર પડી મુદત

ખ્યાતિ કાંડના કેસમાં આરોપી રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પાટોડિયાની ડિસ્ચાર્જ અરજી સરકારી વકીલના વિરોધ બાદ કોર્ટે ફગાવી દીધી છે અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર હાલ મુદત પડી છે. 

મુખ્ય આરોપીની  ડિસ્ચાર્જ અરજી પર મુદત પડી

અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ કાંડના કેસમાં આરોપી રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પાટોડિયાની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીનો વિરોધ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમની દલીલને ગ્રાહ્ય રાખી અરજીને નામંજૂર કરી છે. આ કેસની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર હાલ મુદત પડી છે, અને 16મી ડિસેમ્બરના રોજ આ બંને આરોપીઓના ડિસ્ચાર્જ વિશે ચુકાદો આવી શકે છે.

આ સમાચાર શેર કરો