મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દલિત યુવાનના અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર

Junagadh News : ગોંડલના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાન ભાજપ ધારાસભ્ય ગ

દલિત યુવાનના અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર

Junagadh News : ગોંડલના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાન ભાજપ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે જુનાગઢમાં પોતાના સાગરીતો સાથે દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકીનું કારમાં અપહરણ કરી નગ્ન કરી માર માર્યો હતો. આ કેસમાં ભોગ બનાનર દલિત યુવક સંજય સોલંકીના નિવેદનને આધારે જુનાગઢ એ-ડિવિઝન પોલીસે ગણેશ ગોંડલ સહિત તમામ 11 આરોપીઓ સામે IPC કલમની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ તેમજ એટ્રોસીટી  હેઠળ ગુનો નોંધ્યો હતો. 

પોલીસે 7 દિવસના રિમાંડ માંગ્યા હતા, કોર્ટે નામંજૂર કર્યા 

જુનાગઢ LCBએ આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની પહેલા ધરપકડ કરી હતી, બાદમાં આજે ફરાર ગણેશ ગોંડલ સહિત 8 આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.   પોલીસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઓ કે બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં રિમાન્ડની જરૂર હોતી નથી. એડિશનલ સેશન્સ જજ બીનાબેન સી ઠક્કરે વકીલની આ દલીલ માન્ય રાખીને  ગણેશ ગોંડલ સહિત 8 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. કોર્ટે ગણેશ તથા તેના સાગરીતોને જેલમાં મોકલી દીધા છે. 

ગંભીર આરોપો છતાં કેમ રિમાન્ડ નહીં?

ગણેશ ગોંડલ અને તેના 10 સાગરીતોએ દલિત યુવાનનું અપહરણ કરીને  નગ્ન કરીને માર માર્યો હતો,  વીડિયો ઉતાર્યો હતો અને જાતિગત અપમાન કરીને મારી નાખવાની ધમકી આપી. આવા ગંભીર આરોપો હોવા છતાં કોર્ટે ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. 

અહીં વાંચો શું બની હતી સમગ્ર ઘટના : જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તથા 10 શખ્સો પર નોંધાઈ દલિત યુવકના અપહરણ અને માર મારવાની ફરિયાદ

આ સમાચાર શેર કરો