પાટણ ડમી કાંડ મામલો: 7 વર્ષે આવ્યો ચુકાદો, કોર્ટે ત્રણ આરોપીઓને ફટકારી આકરી સજા
રાજ્યની પાટણની જ્યુડીશિયલ કોર્ટે બે મહત્ત્વના બે ચુકાદા આપ્યા. જેમાં બોર્ડની ધોરણ 10 અ

રાજ્યની પાટણની જ્યુડીશિયલ કોર્ટે બે મહત્ત્વના બે ચુકાદા આપ્યા. જેમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12માં ડમી પરીક્ષાર્થીઓને એક વર્ષની સજા તેમજ 33 હજારનો દંડ ફટકારવવામા આવ્યો.
ત્રણ ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પકડાયા
પાટણની લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં વર્ષ 2018માં ધોરણ 10નાં પરીક્ષા કેન્દ્ર પર ત્રણ ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પકડાયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ બાદ ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો: મોરબી જુગારધામ દરોડા મામલો: તોડપાણી કરનાર ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ
1 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો એક આરોપી ગેર હાજર રહેતા સજા
1 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો એક આરોપી ગેર હાજર રહેતા સજા વોરંટ ઇસ્યુ કરશે. બીજા એક બનાવમાં 2021ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં બે ડમી વિદ્યાર્થીઓ કે વી મેમોરિયલ હાઈ સ્કૂલમાં પરીક્ષા આપતા પકડાયા હતા જેને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.
વર્ષ 2018માં પાટણના માંડોત્રી નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ની પરીક્ષામાં ત્રણ ડમી ઉમેદવારે પરીક્ષા આપી હતી. જેને લઇને બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં જતાં જ્યુડિશિયલ કોર્ટે ચુકાદો સંભળાવતાં ત્રણ ડમી ઉમેદવારને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.
કોર્ટના આ કડક ચુકાદાથી બીજી વાર કોઇ વ્યક્તિ આ પ્રકારે કાર્ય કરતાં સો વાર વિચાર કરશે. 7 વર્ષ જૂના આ કેસમાં લાંબા સમયથી ચુકાદાની રાહ જોવાઇ રહી હતી. કોર્ટના ચુકાદા બાદ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.








