મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP ગેમઝોન અગ્નિકાંડ: RMCના બે અધિકારીને કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રાજકોટ શહેરના TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે ક્રાઈમ બાંચે શનિવારે RMCના વધુ બે અધિકારીની ધરપક

TRP ગેમઝોન અગ્નિકાંડ: RMCના બે અધિકારીને કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રાજકોટ શહેરના TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે ક્રાઈમ બાંચે શનિવારે  RMCના વધુ બે અધિકારીની ધરપકડ કરી હતી. ત્યારે આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ક્રાઈમ બ્રાંચે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

TRP ગેમઝોનમાં અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડની કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટ્રાર બનાવ્યું હોવાંનું સામે આવતા પોલીસે ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં આ મામલે 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

ચીફ જસ્ટીસે સરકારને સાણસામાં લીધી 

અગાઉ ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને જોરદાર રીતે સાણસામાં લીધી હતી અને જણાવ્યું કે SITનો રિપોર્ટ દુર્ઘટના પૂરતો હશે, પરંતુ વિશાળ જનહિત અને પરિપ્રેક્ષ્યમાં સંપૂર્ણ તપાસ જરૂરી બને છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે SITના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી.  મનાપાના તમામ જવાબદાર અધિકારીઓ સામે ફેક્ટ ફાઈન્ડીંગ ઈન્કવાયરીનો રિપોર્ટ પંદર દિવસમાં સોપવાનો હુકમ કર્યો.

અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ 

હાઈકોર્ટે સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓની સીધી અને ગંભીર બેદરકારી સામે આવી છે. તેઓની નિષ્કાળજીના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના અકાળે મોત થયા છે.

આ સમાચાર શેર કરો