મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PMOના નકલી અધિકારી ભરત છાબડાના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મહાઠગ ભરત છાબડાને પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. સરકારી વકીલ અમિત તિવારીએ રિમાન

PMOના નકલી અધિકારી ભરત છાબડાના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મહાઠગ ભરત છાબડાને પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. સરકારી વકીલ અમિત તિવારીએ રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપી સરકારી કોઈ એજન્સીમાં ન હોવા છતાં દિલ્હીની મોટી સરકારી એજન્સીમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છે તે મામલે તપાસ કરવાની છે.

સરકારી વકીલે દલીલ કરી કે આરોપી જુદી જુદી હોટલોમાં રોકાઈ વ્યક્તિઓને મળીને દિલ્હી સરકારમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપી કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સારા સંપર્ક હોવાનું કહી કામ કરાવાની, કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી તેમાં ભોગ બનનાર કેટલા છે? આરોપીએ કોની કોની પાસેથી ઓનલાઈન કે રોકડમાં પૈસા પડાવ્યા છે? 

આરોપી સામે આ જ પ્રકારના ત્રણ ગુના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એક ગુનો અડાલજ પોલીસ મથકમાં નોંધાયો છે. આ સિવાય અન્ય રાજ્યમાં આરોપીએ લોકો સાથે આ રીતે ઠગાઈ આચરી છે કે નહીં? આરોપીએ આધાર કાર્ડમાં ચેડાં કર્યા છે તે કઈ રીતે કર્યા અને કોને કરી આપ્યા?, આરોપીના કરનાલ ખાતે આવેલ ઘરે તપાસ કરવાની છે, આરોપીના મોબાઈલની કોલ ડિટેઇલ મેળવી તે કોના કોના સંપર્કમાં હતો, તેની સાથે કોઈ અધિકારી સંપર્કમાં હતા કે નહીં?, આરોપીએ ફરિયાદી સિવાય કેટલા લોકોને ઠગ્યા છે અને કેવા કેવા આર્થિક લાભ મેળવ્યા છે?

આ ઉપરાંત આરોપીની બેંક ડિટેઇલ મેળવી તેના ખાતાકીય વ્યવહારની તપાસ કરવાની છે, આરોપી આ ગુનાઇત પ્રવૃત્તિ કેટલા સમયથી કરે છે અને તેની સાથે બીજું કોઇ સંડોવાયેલું છે કે નહીં? સહિતના મુદ્દાની તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે. આવી રજૂઆત બાદ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ સમાચાર શેર કરો