13 વર્ષ પહેલા સગાઈ તોડવાને મુદ્દે યુવક પર હુમલાની ઘટનામાં પતિ પત્નીની ધરપકડ
અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં યુવકને કારથી ટક્કર મારી હુમલો કરવાનો મામલો બોપલ પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી.

અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં યુવકને કારથી ટક્કર મારી હુમલો કરવાનો મામલો બોપલ પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી. યુવક હુમલો કર્યા બાદ મહિલા ફરાર થઇ ગઇ હતી. યુવક સાથે 13 વર્ષ પહેલા સગાઈ તોડી નાખવા મામલે યુવતીએ હુમલો કર્યો હતો. મહિલા અને ભોગ બનનાર યુવક ફરી સંપર્કમાં આવ્યા હતા. હાલ બોપલ પોલીસે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવતી દ્વારા બોપલ વિસ્તારના શેલામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. સગાઈ તોડી નાખતા 25 ફેબ્રુઆરીના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો. 13 વર્ષ પહેલાં સગાઈ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી હતી. તેમજ ટક્કરને કારણે ફંગોળાયેલા યુવકને છરીના 3 ઘા ઝીંકી દીધા હતા. જેથી પોતાનો જીવ બચાવવા યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર દોડ્યો હતો અને લિફ્ટ લઈ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.
તું મારી સાથે વાત કેમ નથી કરતો અને તેં મારો નંબર કેમ બ્લોક કરી દીધો છે, તેમ કહીને 13 વર્ષ પહેલા સગાઈ તૂટી ગઈ હતી. યુવતીએ સ્કૂટર ઉપર જઈ રહેલા યુવકને કારથી ટકકર મારી હતી. ત્યારબાદ છરીથી પેટ, બરડા અને પડખામાં 3 ઘા મારી દીધા હતા. યુવક પર જીવલેણ હુમલો કરીને યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જો કે, બોપલ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી યુવતી અને તેના પતિની ધરપકડ કરી છે અને હુમલા અંગે પુછપરછ કરી વધુ તપાસ હાથ કરી છે.






