મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવાનો ખર્ચ બમણો, આ વખતે 7.56 કરોડના ખર્ચે 21 તળાવ બનાવાયા

સુરતમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે. આ વખતે કાંકરીચાળો થયો હોવાથી વિસર્જનમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામા

સુરતમાં દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવાનો ખર્ચ બમણો, આ વખતે 7.56 કરોડના ખર્ચે 21 તળાવ બનાવાયા

સુરતમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે. આ વખતે કાંકરીચાળો થયો હોવાથી વિસર્જનમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, મૂર્તિઓ તાપી નદીમાં ન પધરાવીને તાપી નદીને સ્વચ્છ રાખવા માટે ગણેશજીની મૂર્તિઓને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે. ત્યારે કૃત્રિમ તળાવ બનાવવા રૂપિયા 56.37 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વિસર્જનની તૈયારીઓ

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે.સુરતનો સમાજ નો મોટો વર્ગ હજારો મૂર્તિઓની સ્થાપન કરતો હોય છે ખાસ કરીને ઉધના પાંડેસરા અને લીંબા વિસ્તારમાં શ્રીજી ની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે 21 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે સુરતના જૂના કોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.

ખર્ચમાં સતત વધારો

વિસર્જનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરે છે. દર વર્ષે તળાવ બનાવવા માટેના ખર્ચમાં બે ગણો વધારો, આ વખતે 7.56 કરોડ ખર્ચશે કરવામાં આવશે. ગણેશ ચતુર્થીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ચતુર્થી પર્વ પર લોકો સૌથી વધુ નાની પ્રતિમાઓ સ્થાપિત કરતા હોય છે. તેના વિસર્જન માટે લોકોને હજીરા સહિત અન્ય દરિયાકાંઠે ન જવું પડે આ માટે સુરત મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કૃત્રિમ તળાવ બનાવવા માટે જે ખર્ચ છે. તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો