મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Godhra news: સિટી સર્વે કચેરી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ મામલો, ભ્રષ્ટ અધિકારીઓ લાખો રૂપિયા કર્યા ચાંઉ

ગુજરાત રાજ્યના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં

Godhra news: સિટી સર્વે કચેરી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ મામલો,  ભ્રષ્ટ અધિકારીઓ લાખો રૂપિયા કર્યા ચાંઉ

ગુજરાત રાજ્યના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં ભ્રષ્ટાચારનો મોટો કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  ગાંધીનગરની તપાસ ટીમે ખુલાસો કર્યો કે  નિયમોનું ઉલ્લંઘન કરીને 2800 પ્રોપર્ટી કાર્ડ ગેરરીતિથી બનાવવામાં આવ્યા હતા. 

કૌભાંડમાં લાખો રૂપિયા ભ્રષ્ટ અધિકારીઓએ ચાંઉ કરી ગયા

તો બીજી તરફ આ કૌભાંડમાં લાખો રૂપિયા ભ્રષ્ટ અધિકારીઓએ ચાંઉ કરી ગયા છે. સમગ્ર  મામલે તત્કાલીન સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ ડી ડી પટેલને ફરજમુક્ત કરાયા છે હવે આ તમામ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં મિલકતધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે નવેસરથી નિયમ મુજબ પ્રક્રિયા કરી કાર્ડ કઢાવવા પડશે.

આ સમાચાર શેર કરો