મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરા સિટી સર્વેની કચેરીમાંથી મળ્યા શંકાસ્પદ 3500 પ્રોપર્ટી કાર્ડ, ગાંધીનગરની ટીમે કર્યા જપ્ત

પંચમહાલના ગોધરાની સિટી સર્વે કચેરીમાંથી શંકાસ્પદ 3500 કાર્ડ મળી આવ્યા હતા. ગોધરામાં પ્રોપર્ટીકાર્ડમાં ભ્રષ્ટાચાર થયો હ

પંચમહાલ: ગોધરા સિટી સર્વેની કચેરીમાંથી મળ્યા શંકાસ્પદ  3500 પ્રોપર્ટી કાર્ડ, ગાંધીનગરની ટીમે કર્યા જપ્ત

પંચમહાલના ગોધરાની સિટી સર્વે કચેરીમાંથી શંકાસ્પદ 3500 કાર્ડ મળી આવ્યા હતા. ગોધરામાં પ્રોપર્ટીકાર્ડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે  ગાંધીનગરથી આવેલી તપાસ ટીમે ઈશ્યુ કરેલા પ્રોપર્ટીકાર્ડની તપાસ કરીને ડોક્યુમેન્ટ કબ્જે કર્યા હતા.

 કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા

રેવન્યુ નોંધ નામંજૂર બિનખેતી ન થયેલા બીજા અધિકારીના લોગિનથી કાર્ડ બન્યા. ગોધરામાં ગેરકાયદેસર રીતે 20 હજારમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હોવાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો