મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી "છાત્રોની ગુંજ" અભિયાનનો શંખનાદ

રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ અન

રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ આજે "છાત્રોની ગુંજ" અભિયાનની શરૂઆત કરી છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીક જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા. એનઈઈટી પેપર લીક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટાથી આ અભિયાનની શરૂઆત કરી હતી, જે હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગળ વધારવામાં આવી રહ્યું છે. આગામી 40 દિવસ સુધી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ રાજ્યની વિવિધ કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે અને પેમ્પલેટના માધ્યમથી શિક્ષણ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરશે. સાથે જ મિસ કોલ કેમ્પેઈન દ્વારા વિદ્યાર્થીઓને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા-પ્રદર્શન યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, 9 ઓગસ્ટ દિલ્હીમાં સંસદ ભવનના ઘેરાવનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો