VIDEO: ડ્રાઈવર, કંડક્ટર ભરતીમાં ઉમેદવારોને પડતી હાલાકી મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ
અમદાવાદના જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં ઉમેદવારોને પડતી

અમદાવાદના જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં ઉમેદવારોને પડતી અલગ અલગ મુશ્કેલીઓના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે અમદાવાદના રાણીપ સ્થિત જીએસઆરટીસી કચેરીમાં પ્રદર્શન કર્યું.ડી-માર્ટ નજીક આવેલી કચેરી બહાર એકત્ર થયેલા કાર્યકર્તાઓએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને ઉમેદવારોની સમસ્યાઓના નિરાકરણની માંગ કરી હતી. વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે હળવો ઘર્ષણ થયો હતો.ત્યારબાદ કાર્યકર્તાઓએ શાંતિપૂર્વક આવેદનપત્ર સોંપી વિરોધ પૂર્ણ કર્યો હતો. એનએસયુઆઈના આ પ્રદર્શનથી ભરતીમાં સુધારાની માંગને વેગ મળ્યો છે.




