મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ જિલ્લામાં શિક્ષણ જગતની અસ્મિતા ફરી તાર તાર, શિક્ષકે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કરતા વિવાદ 

પાટણ જિલ્લામાં શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ જ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના બની છે. રાધન

પાટણ જિલ્લામાં શિક્ષણ જગતની અસ્મિતા ફરી તાર તાર, શિક્ષકે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કરતા વિવાદ 

પાટણ જિલ્લામાં શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ જ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના બની છે. રાધનપુર તાલુકાના નાની પિપલી શાળાના એક શિક્ષકે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનો સ્કૂલમાં દોડી આવ્યા હતા અને શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેવાની માંગ કરી છે.

પાટણ જિલ્લામાં શિક્ષકે શિક્ષણ જગતને કર્યું શર્મસાર

રાધનપુર તાલુકાના નાની પિપલી શાળાના એક શિક્ષક ઉપર સ્કૂલની બાળાઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ લાગ્યો છે. ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને શિક્ષકને પકડીને માર માર્યો હતો. આ ઘટનાની જાણ ટીપીઓ તેમજ ટીડીઓને થતા તરત જ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને ગ્રામજનોના નિવેદન લીધા હતા.

આ બનાવ બાદ શિક્ષક રજા પર ઉતરી ગયો છે. શરમજનક ઘટનાને લઇને શિક્ષણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગ્રામજનો દ્વારા શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો