મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NARMADA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ડખ્ખા, ધારીખેડા સુગરના ડિરેક્ટરને મહિનામાં જ હટાવ્યાં

Controversy in BJP in Narmada district ahead of local body elections | નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓનો ડખો સામે આવ્યો. તાજેતરમા

NARMADA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ડખ્ખા, ધારીખેડા સુગરના ડિરેક્ટરને મહિનામાં જ હટાવ્યાં

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓનો ડખો સામે આવ્યો. તાજેતરમાં ધારીખેડા સુગરના ડિરેક્ટર સુનીલ પટેલને મહિનામાં જ હટાવતા વિવાદ થયો. સુનિલ પટેલે આ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આક્ષેપો કર્યા હતા.

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલામાં ભાજપના નેતાઓના ડખાવો સપાટી પર આવ્યા દેખાઈ રહ્યા છે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની અંદર થોડા સમય પહેલા જ કસ્ટડીયન ડિરેક્ટર તરીકે સુનિલ પટેલની નિમણૂક કરાઈ હતી. સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને અનેક હોદ્દા ઉપર તેઓ રહી ચૂક્યા છે 

સુનિલ પટેલ

સાંસદ મનસુખ વસાવા સુનિલ પટેલના સમર્થનમાં 

સુનિલ પટેલને હટાવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સુનિલ પટેલની તરફેણ કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી.સાથે સાથે ભરૂચ દૂધધારા ડેરીમાં ડિરેક્ટર તરીકે  થોડા વખત પહેલા જ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, તેનો પણ વિરોધ કર્યો હતો.

ઘનશ્યામ પટેલ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો - સુનિલ પટેલ

આ સમગ્ર ઘટનાને સુનિલ પટેલે પણ મીડિયા સમક્ષ ઠાલવતા સીધો આક્ષેપ ભાજપના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ પટેલ પર કર્યો હતો ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગરના ચેરમેન છે. મીડિયા સમક્ષ સુનિલ પટેલે કહ્યું હતું કે ઘનશ્યામ પટેલ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો છે.

ઘનશ્યામ પટેલ

નિયમ મુજબ થયું, તમામ આક્ષેપો ખોટા - ઘનશ્યામ પટેલ

ઘનશ્યામ પટેલ પણ મીડિયા સમક્ષ આવીને તેમને કહ્યું હતું કે જે પણ થયું છે એ નિયમ મુજબ થયું છે અને તેમના  પર થયેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. હાલમાં તો આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ જે ઘટના ઘટી છે તેના કારણે ભાજપને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન થાય તો નવાય નહીં.

આ સમાચાર શેર કરો