VIDEO: વિરમગામમાં ધાર્મિક દબાણ દૂર કરવા મુદ્દે વકર્યો વિવાદ, ટ્રસ્ટીઓએ કર્યો મોટો ખુલાસો
વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર ૧૭ પર ગંગાસર તળાવ નજીક ધાર્મિક સ્ટ્રકચર સહિતન
વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર ૧૭ પર ગંગાસર તળાવ નજીક ધાર્મિક સ્ટ્રકચર સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામા આવી છે. જેમાં આ ધાર્મિક દબાણ દૂર કરવાના મામલે હવે વિવાદ ઘેરો બન્યો છે.
ઢુંઢીયા પીર બાવા દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, તંત્ર દ્વારા ડિમોલિશન બદલ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને આ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટમાં કેસ લંબિત હોવા છતાં વળતર વિના કરાયેલી આ કાર્યવાહીથી ટ્રસ્ટના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.




