VIDEO: વિરમગામમાં 'દબાણ હટાવો ઝુંબેશ', ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અડચણરૂપ ધાર્મિક સ્થળોને કરાયા દૂર
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં તંત્ર દ્વારા માર્ગોને ખુલ્લ

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં તંત્ર દ્વારા માર્ગોને ખુલ્લા કરવા માટે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિરમગામ-અમદાવાદ-સુરેન્દ્રનગર રોડ પર આવેલા ગંગાસર તળાવ ત્રણ રસ્તા પાસે ૩ દરગાહ સહિતના ધાર્મિક દબાણો અને કબ્રસ્તાનની દીવાલો દૂર કરવામાં આવી છે. જેમાં ઢુંઢીયા પીર બાવાની દરગાહના દબાણોનો પણ સમાવેશ થાય છે.
આ કામગીરીમાં નાયબ કલેક્ટર, મામલતદાર અને પોલીસ અધિકારીઓનો કાફલો ખડેપગે રહ્યો હતો. દબાણો દૂર કર્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ૫ જેસીબી, ૩ હિટાચી અને ૧૪ ડમ્પર જેવા ભારે મશીનો જોડાયા છે. આ પગલાથી શહેરના રસ્તાઓ પહોળા થશે અને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.




