મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના સાઉથ બોપલમાં આગની ઘટના

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અભિજીત હાર્મોની ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફ

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અભિજીત હાર્મોની ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો