મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: કાર્નિવલ શરુ થાય તે પહેલાં જ વિવાદ, વીમા કલેઈમની શરતો સામે ઉઠ્યા સવાલો

અમદાવાદના કાંકરિયા ખાતે 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનુ આયોજન કરાયુ છે.કાર્નિવલ શરુ થાય એ પહેલા જ વિવાદ સામે

Ahmedabad: કાર્નિવલ શરુ થાય તે પહેલાં જ વિવાદ, વીમા કલેઈમની શરતો સામે ઉઠ્યા સવાલો

અમદાવાદના કાંકરિયા ખાતે 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનુ આયોજન કરાયુ છે.કાર્નિવલ શરુ થાય એ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. કોર્પોરેશને જે ઓરિએન્ટલ ઈન્યોરન્સ કંપની પાસેથી પાંચ હજાર કરોડનો વીમો લીધો છે તે કંપનીએ કાર્નિવલમાં ટિકીટ લેનાર જ વીમો કલેઈમ કરવા એવી વિવાદીત કલમ રાખી છે.કાર્નિવલમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવામા આવે છે. આ પરિસ્થિતિમાં કંપની દ્વારા કરવામા આવેલી વિવાદીત જોગવાઈ દૂર કરવા કહેવાયુ હોવાનુ સત્તાવાળાઓ તરફથી દાવો કરવામા આવ્યો છે.

કોર્પોરેશન તરફથી સાત દિવસ માટે પાંચ હજાર કરોડનો વીમો લેવા ઉપરાંત હાલ રુપિયા 3.91 લાખ પ્રિમિયમ ભરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળે છે.કાર્નિવલ દરમિયાન આગ,અકસ્માત કે ભૂકંપ જેવી સંભવિત ઘટનાઓને ધ્યાનમાં લઈ લેવામાં આવેલા વીમાને લઈ વીમા કંપની તરફથી વિવાદાસ્પદ જોગવાઈ કરવામા આવતા કોર્પોરેશન તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. કોર્પોરેશન કાર્નિવલના મુલાકાતીઓને ટિકીટ જ આપતુ નથી.તો કેવી રીતે સંભવિત ઘટના પછી વળતર માટે દાવો થઈ શકે. સત્તાપક્ષના હોદ્દેદારો તંત્રના અધિકારીઓ દ્વારા બંધ ઓફિસમા બેસી જે આયોજનો કરવામા આવે છે તેને મૌન રહી સંમતિ આપે છે.આ બાબત એનુ એક ઉદાહરણ છે.વિવાદ થયા પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,કંપની પાસે વિવાદાસ્પદ જોગવાઈ દુર કરાવીશુ.પરંતુ આયોજન કરનારા એક પણ અધિકારી આ અંગે કંઈ કહી શકે એવી સ્થિતિમાં જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો