મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 20 દિવસથી બંધ સૌથી વધુ વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અને શહેરના પ્રવેશદ્વાર સમ

Ahmedabad news: 20 દિવસથી બંધ સૌથી વધુ વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અને શહેરના પ્રવેશદ્વાર સમાન સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજને આખરે તોડી પાડવાના નિર્ણય અંગે અટકળો ચાલી રહી છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સર્જાયા બાદ વિવિધ નિષ્ણાત સંસ્થાઓના અભિપ્રાયને આધારે આ આખરી નિર્ણય લેવામાં આવશે. 

નિષ્ણાતોનો અભિપ્રાય

ગત 4 ડિસેમ્બરે સાંજે સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજ બંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. AMC એ બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે IIT રૂડકી, IIT મુંબઈ, SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓની મદદ લીધી હતી. કન્સલ્ટન્ટ એજન્સીઓએ મંગળવારે (23 ડિસેમ્બર) પોતાનો રિપોર્ટ AMCને સુપરત કર્યો હતો. રિપોર્ટમાં સમસ્યાના ઉકેલ માટે મુખ્ય ત્રણ વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા.

બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે. ગત 4 ડિસેમ્બરે અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો