સુરતમાં વિવાદિત ખંડણીખોર ડોંડા બંધુ ઝડપાયા, પોલીસે કર્યું ત્રણેય ગુનાનું રિકન્સ્ટ્રક્શન
સુરતમાં એક પછી એક એમ ઉપરાઉપરી ખંડણીના ત્રણ ગુના નોંધાયા બાદ ખંડણીખોર લલિત ડોંડા છેલા કેટલાય સમયથ

સુરતમાં એક પછી એક એમ ઉપરાઉપરી ખંડણીના ત્રણ ગુના નોંધાયા બાદખંડણીખોર લલિત ડોંડા છેલા કેટલાય સમયથી પોલીસથી ભાગતો ફરતો હતો. આખરે સરથાણા પોલીસ તેની ધરપકડ કરી ઘટનાઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ભાગેડુ ખંડણીખોર લલિત ડોંડાની ધરપકડ
લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા વિરુધ્ધ 19,20 અને 21 જાન્યુઆરીના રોજ ત્રણ ખંડણીના ત્રણ ગુના નોંધાયા હતા. જ્યાર બાદ પોલીસ તપાસમાં અલ્પેશ ડોંડા ઝડપાઇ ગયો હતો પરંતુ લલિત ડોંડા પોલીસ પકડથી નાસી છૂટયો હતો. ત્યારે ગઈ કાલે પોલીસ સમક્ષ નાટ્યાત્મક રીતે શરણાગતિ સ્વિકારી હતી. ઉલ્લેખનીય છે કે, લલિત ડોંડા સામે 13 જેટલા જ્યારે તેના અભાઈ અલ્પેશ સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે. તેવામાં સાર્થના પોલીસે લલિત ડોંડાની ધરપકડ બાદ ત્રણ અલગ-અલગ કેસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
પાર્કિંગ સંચાલકને ધાકધમકી આપી લાખોની ખંડણી લીધી
સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકને પાર્કિંગ બંધ કરી દેવાની ધમકી આપી ખંડણી વસુલતા ડોંડા બંધુ સામે સંચાલક મનોજ વિરડીયાએ ફરિયાદ નોંધાવી હતી. સરથાના પોલીસનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, “અલ્પેશ ડોંડાને ડર મહિને 10 હજાર તેમજ લલિત ડોંડાને 25 હજાર આપવા પડશે નહિતર તમારું પાર્કિંગ બંધ કરી દેવામાં આવશે તેમ ધમકી આપી 6 લાખથી વધુની મોટી રકમ ટૂકડે-ટૂકડે આપી હતી.”
પત્રકાર તરીકેની ઓળખ આપી દર મહિને હપ્તા વસૂલી
આ ઉપરાંત કામરેજના બે હોટલ સંચાલકો પાસેથી પણ બંને ડોંડા ભાઈઓ ઉપર ખાંડની માંગ્યાનો આરોપ લાગ્યો છે. બંને હોટલ સંચાલકોને પત્રકાર તરીકેની ઓળખ આપી તેમની હોટલમાં કૂટણખાનું ચાલી રહ્યાનું જણાવી ધમકી આપી હતી. ત્યારબાદ તેમની પાસેથી આ બંને ભાઈઓ દ્વારા ડર મહિને પચાસ હજારનો હપ્તો વસુલતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી
ડોંડા બંધુ સાથે સાગરિતોની અટકાયત
લલિત ડોંડા ગતરોજ સુરતની કોર્ટમાં હાજર થયો હતો. શરણાગતિ સ્વીકારતાં કોર્ટ દ્વારા પોલીસને જાણ કરાતા સરથાણા પોલીસે ડોંડાની ધરપકડ કરી હતી. તેની સાથે જ ખંડણીની રકમ પોતાના એકાઉન્ટમાં જમા લેનાર સુનિલ દુર્ગાપ્રસાદ ઉપરાંત ભાગેડુ લલિલ ડોંડાને પોતાના ઘરમાં આશરો આપનાર શખ્સની પણ અટકાયત કરાઈ હતી.








