મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda news: આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ફંડિંગ થતું હોવાનો ખુલાસો

નડિયાદમા ખ્રિસ્તી સંસ્થાના ધર્માતરણનું આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ થયો છે. આરોપી

Kheda news: આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ફંડિંગ થતું હોવાનો ખુલાસો

નડિયાદમા ખ્રિસ્તી સંસ્થાના ધર્માતરણનું આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ થયો છે. આરોપી સ્ટિવન મેકવાનની ધરપકડ કર્યા બાદ 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. રેસ્ટોરેશન એન્ડ રિવાઇવાલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા નેટવર્કનો ભાંડો ફૂટતા અનેક ચોંકાવનારા ખુલાસા આવશે. 

અનેક રાજ્યોમાં ધર્માતરણનું કનેક્શન સામે આવ્યું

નડિયાદની રેસ્ટોરેશન એન્ડ રિવાઇવાલ ટ્રસ્ટ ના નેજા હેઠળ ચાલતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે. આંતરરાષ્ટ્રીય ફંડથી  ધર્માતરણ કરવામાં આવતું હતું. ફરિયાદી આકાશ પટેલ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી. ગુજરાતના દાહોદ, તાપી, ભરૂચ,આણંદના આદિવાસી વિસ્તારોમાંથી યુવાઓને નડિયાદમા લાવી ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. આરોપી સ્ટિવન મેકવાનના બેન્ક એકાઉન્ટ, લેપટોપ અને મોબાઈલને FSL તપાસમાં લેવાયા છે. આરોપીના ખાતામાં ત્રણ વર્ષ મા 1 કરોડ 34 લાખના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. 7 બેચમા અનેક લોકોના ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાયા હોવાની શંકા સેવાઈ રહી છે. આરોપી સ્ટિવન મેકવાનની ધરપકડ કર્યા બાદ 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. સમગ્ર દેશના ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ, દિલ્હી અને પાડોશી દેશ નેપાળમાં આ ધર્માતરણનું કનેક્શન સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો