Surendranagar news: ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનું ષડયંત્ર રચાયું, પૂર્વ ધારાસભ્યના સણસણતા આક્ષેપો
સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ પૂર્વ ધારાસ

સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ લગાવ્યો છે. ઋત્વિક મકવાણાએ કહ્યું કે ખનિજ માફિયાઓ 2 લાખ રૂપિયાનું હપ્તો આપ્યા બાદ હરેશ મકવાણાની બદલી કરાવવા રાજકીય આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે હાલ ચોટીલા પ્રાંત અધિકારીએ ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનિજ માફિયાઓને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને તેઓ હવે પ્રાંત અધિકારીની બદલી કરવા માટે પ્રતિ ખાણે બે લાખ રૂપિયાનો હપ્તો આપવાની તૈયારીમાં છે. એપ્રિલ માસ સુધીમાં પ્રાંત અધિકારીની બદલી થવાના એંધાણ જોવા મળ્યા છે.




