VIDEO: નસવાડીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં વિરોધ કરવા જતા કોંગી કાર્યકરોની અટકાયત
છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં વિરોધ કરવા જઈ રહેલા કોંગી કાર્યકરો


છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં વિરોધ કરવા જઈ રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે નોફિલભાઈ સલીમભાઈ મેમણ, જયેન્દ્રસિંહ દોલતસિંહ સોલંકી, સહિત પાંચ કોંગી કાર્યકરોની અટકાયત કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ડરે છે અને આવી રીતે કાર્યકરની અટકાયત કરે છે. હાલ તો પોલીસ ભાજપના કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.




