મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ ગુજરાતમાં કાઢશે ન્યાય યાત્રા, જાણો તારીખ અને રુટ

રાજકોટમાં કાલાવડ રોડ પર રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અ

મોટા સમાચાર : રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ ગુજરાતમાં કાઢશે ન્યાય યાત્રા, જાણો તારીખ અને રુટ

રાજકોટમાં કાલાવડ રોડ પર રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી. 

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ પીડિતો અને ઉના દલિતકાંડ પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢશે. મોરબીથી તારીખ 1 ઓગસ્ટના રોજ પીડિત પરિવારો સાથે પદયાત્રા સ્વરૂપે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે જે  ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને  ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પણ સામેલ થશે.

આ સમાચાર શેર કરો