મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આત્મહત્યા કરતાં રત્નકલાકારોને અટકાવવા કોંગ્રેસ ઉતરી રસ્તા પર, સુરતના હીરા ઉદ્યોગ માટે આ માંગ સાથે કર્યા ધરણાં

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી

આત્મહત્યા કરતાં રત્નકલાકારોને અટકાવવા કોંગ્રેસ ઉતરી રસ્તા પર, સુરતના હીરા ઉદ્યોગ માટે આ માંગ સાથે કર્યા ધરણાં

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્નકલાકારોની થઈ છે. આપઘાત કરતાં રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયાં હતાં. સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માગ સાથે ધરણાં કરવામાં આવ્યા હતાં.

ખાસ પેકેજની માગ

રત્નકલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્નકલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી. કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે, આ દિવસો પણ ચાલ્યા જશે. સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકાર જો રત્નકલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહી ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે.

બોર્ડ બનાવવા માગ

સુરેશ સુહાગીયાએ કહ્યું કે, અલગ અલગ સ્લોગન હાથમાં લઇ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજ્યો છે. રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. સાથે સરકાર પાસે માગ છે કે, રત્નકલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાઓ રત્નકલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી. ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો