મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravalli બચાવવા કોંગ્રેસ મેદાને, શામળાજીથી શરુ કર્યું આંદોલન

કોંગ્રેસે અરવલ્લી ગિરિમાળાઓના સંરક્ષણ માટે શામળાજી યાત્રાધામે જનઆંદોલન શરૂ કર્ય

તસવીર: GSTV

કોંગ્રેસે અરવલ્લી ગિરિમાળાઓના સંરક્ષણ માટે શામળાજી યાત્રાધામે જનઆંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અરવલ્લી ગિરિમાળાઓ, જળસ્ત્રોતો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. આ કાર્યક્રમ ભગવાન શામળીયાના આશીર્વાદ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત દીકરીઓએ નાગધરા કુંડનું પવિત્ર જળ લઈ મંદિરની પરિક્રમા કરી હતી. ત્યારબાદ ગિરિમાળાનું પૂજન કરીને અરવલ્લી બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.  આંદોલનમાં સામેલ કાર્યકરોએ ખનન પ્રવૃત્તિઓથી થતા પર્યાવરણીય નુકસાન સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ સમાચાર શેર કરો