Aravalli: તંત્ર ઘોર નિદ્રામાં; ચાર દિવસથી પાણીની લાઇન લીકેજ, હજારો લીટર પાણીનો વેડફાટ
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો લીટર શુદ્ધ પીવાન

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નગરના મુખ્ય માર્ગ પર ટેલીફોન ઓફિસની સામે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ચાર દિવસથી પાણી નદીઓની જેમ વહી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મેઘરજ નગરમાં UGVC દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી દરમિયાન અચાનક પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ટેલીફોન ઓફિસની બિલકુલ સામે મુખ્ય માર્ગ પર થયેલા આ ભંગાણને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સતત પાણીનો વ્યય થઈ રહ્યો છે, પરંતુ મેઘરજ ગ્રામ પંચાયત આ બાબતે તદ્દન અજાણ હોય તેમ ઘોર નિદ્રામાં પોઢી રહી છે.




