VIDEO: Dharampurમાં કોંગ્રેસે આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજી, વિરોધના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ હતી. ડેમ હટાવો, જળ- જંગલ- જમીન
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ હતી. ડેમ હટાવો, જળ- જંગલ- જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતાં. આ રેલી પાર તાપી રીવર લિંક યોજનાના વિરોધમાં યોજાય વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઇ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પર હાજર રહ્યા હતાં. વલસાડ, ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ્દ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઇ હતી. શ્વેત પત્રની માંગ સાથે રેલી યોજાઈ હતી. સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી તે માટે શ્વેત પત્રની માંગ સાથે આ રેલી યોજાઇ હતી. જો કે વિરોધ પ્રદર્શનની આ રેલીના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં એક દર્દી સાથેની એમ્બ્યુલન્સ ફસાઈ હતી. જેને બહાર કાઢવામાં પોલીસ મદદરૂપ બની હતી. રસ્તો કરીને એમ્બ્યુલન્સને જવા દેવા વ્યવસ્થા કરાઈ હતી.


