મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી / મોડી સાંજે ગુજરાતની 7 બાકી બેઠકોના ઉમેદવારોની કોંગ્રેસ કરી શકે છે જાહેરાત, આ નામો ચર્ચામા

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના બાકી રહેલા નામોની આજે જાહેરાત થઈ શક

લોકસભા ચૂંટણી / મોડી સાંજે ગુજરાતની 7 બાકી બેઠકોના ઉમેદવારોની કોંગ્રેસ કરી શકે છે જાહેરાત, આ નામો ચર્ચામા

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના બાકી રહેલા નામોની આજે જાહેરાત થઈ શકે છે. મોડી સાંજે બાકી રહેલા સાત ઉમેદવારોની કોંગ્રેસ જાહેરાત કરી શકે છે. જેમાં મહેસાણાથી પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે.  વડોદરાથી અમી રાવત અથવા નરેન્દ્ર રાવતને ટિકિટ મળી શકે છે. અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલ, હિંમત સિંહ પટેલ અથવા દલસુખ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. રાજકોટ બેઠક પર કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીને ટિકિટ મળી શકે છે. જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. પોરબંદર બેઠક પર મેર સમાજને ટિકિટ મળી શકે છે.

કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને  વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે હાલ પ્રચાર, પ્રસારની કામગીરીમા લાગી ગયા છે. 

રાજકોટ બેઠક માટે હિતેશભાઈ વોરા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, ડો. હમેાંગ વસાવડા અને  લલીત કગથરા અને વિક્રમ સોરાણી નું નામ ચર્ચામાં છે. જૂનાગઢ બેઠક પર હિરાભાઈ જોટવા અને પુંજાભાઈ વંશનું નામ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ દ્વારા ચૂંવાળીયા સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી હોવાથી કોંગ્રેસ અહીં તળપદા સમાજમાંથી કોઈને ટિકિટ આપે એવી શક્યતા છે. 

નવસારી, અમદાવાદ પૂર્વ,  મહેસાણા અને વડોદરા બેઠક માટે પણ ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની વ્યૂહ રચના છે. 

મહત્ત્વનું છે કે, લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને સમખાવા પૂરતી એકપણ બેઠક મળતી નથી. સતત ત્રીજી વખત આવો કરૂણ રકાસ ન થાય તે માટે કોંગ્રેસ આ વખતે ખૂબજ ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ   કાર્યકરો અને  આગેવાનોમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે. જો ઉમેદવારોની યોગ્ય પસંદગી કરવામાં આવે તો કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને બરાબરની ટક્કર આપી શકે તેમ છે. 

આ સમાચાર શેર કરો