VIDEO : કોંગ્રેસ નેતા ભરતજી ઠાકોરે કર્યો પલટવાર, “ નીતિનભાઈ તમે કઈ રેસના ઘોડા છો..?”
થોડા દિવસથી વાયરલ ઓડિયો ક્લીપને લઈને નીતિન પટેલ ખુબ ચર્ચામાં છે. ઉપરથી નીતિન પટેલે એક કાર્યક્રમમાં કો

થોડા દિવસથી વાયરલ ઓડિયો ક્લીપને લઈને નીતિન પટેલ ખુબ ચર્ચામાં છે. ઉપરથી નીતિન પટેલે એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર કરેલા કટાક્ષ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીના ઘોડા દોડી રહ્યાં છે.મહેસાણાના કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિ પટેલે આપેલા નિવેદન પર હવે વાર-પલટવારની લડાઈ જામી છે.
નીતિન પહેલે કહ્યું હતુ કે, કોંગ્રેસના નેતાએ એકવું કહ્યું હતુ કે પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્ન પ્રસંગમાં નાચવા વાળો ઘોડો. પણ ભાજપ પાસે ફકતને ફકત રેસમાં દોડનાર ઘોડા જ છે.
નીતિન પટેલે કહ્યું કે કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોઈ કોંગ્રેસ વાળાને બોલાવી દેજો.
આ નિવેદન બાદ કોંગ્રેસના પૂર્વ ઘારાસભ્ય ભરતજી ઠાકોરે પલટવાર કર્યો. ભરતજી ઠાકોરે કહ્યું કે નીતિનભાઈ તમને ભાજપે મુખ્યમંત્રી પણ ન બનાવ્યાં અને તમારી ટીકિટ પણ કાંપી છે..તમે પહેલા એ કહો કે તમે કઈ રેસના ઘોડા છો..? ભરતજીએ કહ્યું કે તમારા ઈશારે કડી એપીએમસીના ચેરમેનની નિમણૂંક પણ નથી કરાઈ..અને તમે તમારા જ વિસ્તારના નાના કાર્યકર્તાઓ સાથે ધમકીભરી વાતો કરો છે.






