'અમે માત્ર નામ જાહેર કર્યું હતું, કોઈ મેન્ડેટ નહોતો આપ્યો', રોહન ગુપ્તા ભાજપમાં જોડાતા કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે, પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે તે હજારો કાર્યકરો સાથે કમલ

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે, પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે તે હજારો કાર્યકરો સાથે કમલમાં જઈને જોડાશે. પરંતુ તેમની સાથે કોઈ કોંગ્રેસ કાર્યકર્તા નથી. છેલ્લી ઘડીએ કોઈ રાજ્યકક્ષાના નેતા કે જેને કોઈ ઓળખતું પણ નથી. એવા લોકો પાસે જઈને ભાજપમાં જોડાઈ ગયા છે. આજે એકલા દિલ્હીમાં જઈને ખાનગી રીતે જોડાઈ ગયા તે જ બતાવે છે તેમને કોઈ કાર્યકર્તાઓનું સમર્થન નથી. તેઓ કોર્પોરેટર હતા. અને AC ઓફીસમાં બેસતા હતા,
કોંગ્રેસમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટો વેચીને તેનો વહિવટ કરતા. તેના સિવાય બીજું કંઈ નહોતું. કોંગ્રેસમાં નેતાઓને અંકલ કહીને સ્કીમો બતાવતા હતા. હવે પાટીલ અંકલ કહીને નવી સ્કીમ બતાવશે. તેઓ પાર્ટીમાં રહીને કોંગ્રેસની અસંખ્ય માહિતી લીક કરતા હતા જેથી તેમને જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા. રાહુલ ગાંધી પર જેમણે કેસ કર્યો હતો તેવા ADC બેંકનાં અજય પટેલ સાથે રોહન ગુપ્તાનાં વાઈફ, ભાઈ ભાગીદારી ધરાવતા હતા
કાર્યકર્તાઓ એમના રાજીનામાથી પણ ખુશ થયા હતા. એમના વિરુદ્ધ કોંગ્રેસની વફાદારી અંગે ઘણી ફરિયાદો હતી. એમણે કોંગ્રેસની ઘણી ખાનગી માહિતી લીક કરી હતી. કોંગ્રેસની કાર્યપદ્ધતિઓ લીક કરવાની ફરિયાદો પણ કોંગ્રેસ પાર્ટીને મળી હતી.
અમે તેમને કોંગ્રેસના ફ્રન્ટવર્કમાંથી દૂર કરી દીધા હતા. તેમને છેલ્લા 2 વર્ષમાં કોઈ જાતની ખાસ મોટી જવાબદારી આપવામાં આવી નહોતી. કૉંગ્રેસ દ્વારા રોહન ગુપ્તાને મેન્ડેટ અપાયો નહતો. અમે તો ફક્ત તેમનું નામ જાહેર કરીને ટેસ્ટિંગ કરવા માંગતા હતા. સમગ્ર વાતો બહાર આવી. અમને એમના પ્રત્યેનો જે શક હતો તેમાં સાચા ઠર્યા. અમારા માટે કોઈ જવાબદાર વ્યક્તિ નહોતા. તેમના જવાથી કોંગ્રેસના હજારો કાર્યકર્તા ખુશીની લાગણી અનુભવે છે.






