મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડુમસની 2000 કરોડની જમીનનું કૌભાંડ, કલેક્ટર સાથે નેતાઓ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માગ

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીનમાં ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યાં છે. સર

ડુમસની 2000 કરોડની જમીનનું કૌભાંડ, કલેક્ટર સાથે નેતાઓ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માગ

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીનમાં ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યાં છે. સરકારી જમીન પર નામ ચડી જવાથી સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેથી જે તે વખતના તત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે કોંગ્રેસી આગેવાને કહ્યું કે, આટલા મોટા કૌભાંડમાં કલેક્ટરની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ.

કલેક્ટરની તપાસ એસીબી કરે-કોંગ્રેસ

કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે, સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખતે સુરતના કલેક્ટર હતાં. ત્યારે તેમણે બદલીના આગલા દિવસે જ આ જમીનમાં નામ ચડાવી દીધા હતાં. ડુમસની 311/3 ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે. આ મુદ્દે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ. કારણ કે, સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોય શકે છે.

ખાસ તપાસની માગ

ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાને આ જમીનને લઈને રજૂઆત કરી હતી. જેના પગલે હાલ વલસાડમાં ફરજ બજાવતા કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે, આ બહુ મોટુ કૌભાંડ છે. આ કૌભાંડમાં કલેક્ટરની સાથે રાજકીય નેતાઓનું પણ મેળાપીપણું હશે. જેથી રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ.સુરતમાં દસ હજાર હેકટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો છે. તે દૂર થવા જોઈએ.આયુષ ઓકના સમયગાળા દરમ્યાન આ જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે. જેથી સીટની રચના થવી જોઈએ.તેમની સાથે કોણ રાજકીય નેતાઓ છે તેને પણ ઉઘાડા પાડવા જોઈએ.

આ સમાચાર શેર કરો