ભાવનગરમાં કોંક્રીટ ભરેલી ટ્રક પલટી, સાઈટ એન્જિનિયર સહિત 2ના મોત
Bhavnagar: ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હ

Bhavnagar: ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગરના ઘોઘાસર્કલ પાસે બની રહેલી કન્સ્ટ્રકશન સાઇટ આજ સવારના સમયે કોંક્રિટ ભરેલ RMC ડમ્પર પલટી મારતા 2 લોકો દટાયા હતા. આ ઘટનામાં સાઇટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર જમીન પોલી પડી જતા કોંક્રીટ RMC ડમ્પર પલટી મારી ગયું જેના કારણે 2 લોકો દબાયા હતા. જેમાં બંને વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિરેન મહેતા નામના 26 વર્ષીય સાઈટ એન્જિનિયરના મોત બાદ વધુ એક સારવાર લઈ રહેલા વ્યક્તિએ દમ તોડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




