મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવા

રાજકોટ અગ્નિકાંડ: અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમઝોન શરૂ નહિ થાય.

અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ નોંધાઈ

ગઈકાલે સોલા, નિકોલ તથા આનંદ નગર પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આજે વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે.

કોર્પોરેશનની તપાસ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી

જેમાં ગોતામાં બે, નિકોલ પ્લેટિનિયમ પ્લાઝામાં એક તથા આનંદનગર જોધપુર રોડ પાસે આવેલા એક ગેમિંગ ઝોનનો સમાવેશ થાય છે. ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી વિના ચાલી રહેલા ગેમિંગ ઝોનને સીલ મારવામાં આવ્યા છે. તેના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તમામ ગેમિંગ ઝોનમાં ફાયર એનઓસી,પોલીસ પરવાનગી તથા સ્ટ્રક્ચરનો અભાવ હોવાનું કોર્પોરેશનની તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો