બોટાદમાં સાંસારીક જીવન છોડનાર મહિલા સાથે વારંવાર છેડતી થયાની ફરિયાદ
બોટાદ જિલ્લામાંથી મહિલાની છેડતીનો મામલો સામે આવી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મહિલા દ્વારા છેડતી

બોટાદ જિલ્લામાંથી મહિલાની છેડતીનો મામલો સામે આવી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મહિલા દ્વારા છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઘર પાસે વારંવાર અપશબ્દો બોલી સંબંધ રાખવા દબાણ કરતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. મહિલાના ઘરની બારીમાંથી ડોકિયા કરવા, વીડિયો ઉતારવા, મહિલાની પાછળ આવી પરેશાન કરવામાં આવી રહ્યા હોવા સહિતની ફરીયાદ કરવામાં આવી હતી.
મહિલા દ્વારા સાંસારીક જીવન ત્યાગી દેવામાં આવ્યું હોવા છતાં મહિલા સાથે ખરાબ સંબંધ બાંધવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ગઢડા પોલીસ દ્વારા હિતેશ બલદાણીયા વિરુદ્ધ છેડતી સહિતની કલમો લગાવવામાં આવી છે. તેમજ આરોપીને શોધવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



