Jamnagar news: AI દ્વારા ધારાસભ્યના ફોટા એડિટ કરી અપમાનજનક પોસ્ટ કરનાર સામે ફરિયાદ, આરોપીને પકડી પાડવા તજવીજ
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટા AI ની મદદથી એડિટ કરી, અપમાનજન

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટા AI ની મદદથી એડિટ કરી, અપમાનજનક લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે રાઘવજી પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ જ આઈડી ધારક યુવક સામે બિલ્ડરે પણ નોંધાવી હતી ફરિયાદ
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલે પોતાની બદનક્ષી કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિશાલ કણસાગરા નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ ધારાસભ્યના ફોટાને AI ટેકનોલોજીના માધ્યમથી એડિટ કરી, અપમાનજનક લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાનો આક્ષેપ છે. નોંધનીય છે કે, આ જ આઈડી ધારક વિરુદ્ધ ગઈકાલે જામનગરના જાણીતા બિલ્ડર જમન ફળદુએ પણ ફરિયાદ નોંધાવી હતી. રાજકીય અને સામાજિક અગ્રણીઓને ટાર્ગેટ કરી બદનામ કરવાના આ સાયબર ગુનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.




