મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફિલ્મમાં કામ અપાવવાના બહાને સગીરા પર દુષ્કર્મ, એક્ટર -કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે પોક્સો હેઠળ ફરિયાદ

રાજકોટમાં ફિલ્મ નિર્માતા, એક્ટર કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે એક સગીરા સાથે દુષ્કર્મ

ફિલ્મમાં કામ અપાવવાના બહાને સગીરા પર દુષ્કર્મ, એક્ટર -કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે પોક્સો હેઠળ ફરિયાદ

રાજકોટમાં ફિલ્મ નિર્માતા, એક્ટર કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે. સમગ્ર મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને ફિલ્મમાં રોલ આપવાનું કહીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીએ સગીરાની માતાને બહેન બનાવી હતી. 

પોલીસ ફરિયાદ મુજબ, ફિલ્મ નિર્માતા અને અભિનેતા જયેશ ઠાકોરે સગીરાને મોડેલિંગ અને ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપીને સ્ટુડિયો સહિત વિવિધ જગ્યાએ સગીરા સાથે લગભગ 20થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે, કોઈ રોલ ન આપી અને ફક્ત લાલચ આપી હોવાની સગીરાને જણાતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી.  
 
સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ- 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂદ્ધમાં પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો