મહેસાણા: ભેખડ ધસી પડવાથી 9 મજૂરોના મોત મામલે 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ
મહેસાણાના કડીના જાસલપુર ખાતે ગત રોજ ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા, જેમાંથ

મહેસાણાના કડીના જાસલપુર ખાતે ગત રોજ ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા, જેમાંથી નવના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન એક મજૂરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે, જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કડી પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં 20 ફૂટ નીચે સેફ્ટિ ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ઇંટોની દિવાલ ધસી પડતાં મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક મજૂરને જીવતો બહાર કાઢવામાં સફળતા મળી છે.
ભેખડ ધસી પડવાથી 9 મજૂરોના મોત મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડીના જાસલપુરની સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીની ઘટના બની છે.
10 શ્રમિકમાંથી બચી ગયેલ 19 વર્ષીય વિનોદ વસૈયા બન્યો ફરિયાદી
3 વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
(૧)ક્રોન્ક્ટાકટર- જયેશભાઈ કાન્તિલાલ દોશી
(૨) એન્જિનીયર કૌશિકભાઈ પરમાર
(૩) લેબર ક્રોન્ક્ટાકટર-દિનેશભાઇ સમુભાઇ ભુરિયા
ફરીયાદી અને મરણ જનાર 9 મજૂરોને કોઇપણ જાતના સલામતીના સાધનો આપ્યા નહોતા, ખાડાની માટી ધસી ન પડે તે સારુ કોઇ ટેકા કે પાલખ બાધ્યા નહોતા. ખાડામાં ચણતરનું કામ કરવાથી માટીની ભેખડ ધસી પડવાની શક્યતા હતી. મજુરોનું મોત થવાની શકયતા હોવાનુ જાણતા હોવા છતા મજૂરોને ખાડામાં ચણતર કરવા સારુ ઉતાર્યા હતાં








