હાલોલમાં GSTVના અહેવાલ બાદ ખેડૂતના ₹50,000ના વીજ બિલની ભૂલ કંપનીએ સુધારી
હાલોલના ખેડૂતના વીજ જોડાણમાં મીટર બદલ્યા બાદ માત્ર પંદર દિવસમાં રૂપિયા પ

હાલોલના ખેડૂતના વીજ જોડાણમાં મીટર બદલ્યા બાદ માત્ર પંદર દિવસમાં રૂપિયા પચાસ હજારના બિલના મામલામાં જીએસટીવીના અહેવાલ બાદ વીજ કંપનીએ પોતાની ભૂલ સુધારી હતી. હાલોલમાં આવેલા ટાઢોડિયા ગામમાં પંદર દિવસ અગાઉ ખેડૂત નારાયણભાઈનું ખેતીના જોડાણનું વીજ મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું.
સામાન્ય જીવન વિતાવતા ટાઢોડિયા ગામના ખેડૂતનું બે મહિનાનું વીજ બિલ અગાઉ જ્યાં રૂપિયા એક હજારની આસપાસ આવતું હતું. તેમને ત્યાં પંદર દિવસ પહેલાં જ સ્માર્ટ મીટર લગાવ્યા પછી વીજ વપરાશ અને વીજ બિલ અંગે પચાસ હજાર રૂપિયાનો મેસેજ આવતા ખેડૂતે જીએસટીવીનો સંપર્ક કર્યો હતો. જીએસટીવીએ ટાઢોડિયાના ખેડતૂ નારાયણભાઈના પ્રશ્નને વાચા આપી સમાચાર બતાવ્યા બાદ વીજ કંપનીના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. જીએસટીવી ઉપર અહેવાલ પ્રસિદ્ધ થયાને માત્ર બે દિવસમાં જ વીજ કંપનીએ વીજ બિલના મેસેજ અંગે પોતાની ભૂલ સ્વીકારી નારાયણભાઈને સુધારેલું બિલ આપ્યું હતું જે માત્ર બારસો રૂપિયા જ હતું. વીજ કંપનીના ઇજનેરે રૂપિયા પચાસ હજારના બિલનો મેસેજ વીજ કંપનીની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું.




