મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કમિશનરે વાહનચાલકોને પહેરાવ્યા હેલ્મેટ, નાગરિકોને સલામતી સાથે નિયમો પાળવા કરાયો અનુરોધ

સુરતમાં આવતીકાલથી ફરજિયાત હેલ્મેટના નિયમો કડક થવા જઈ રહ્યો છે. તે અગાઉ હેલ્મેટ પહેરાવવા અંગેનું અભિયાન ચલાવવામાં આવી

સુરતમાં કમિશનરે વાહનચાલકોને પહેરાવ્યા હેલ્મેટ, નાગરિકોને સલામતી સાથે નિયમો પાળવા કરાયો અનુરોધ

સુરતમાં આવતીકાલથી ફરજિયાત હેલ્મેટના નિયમો કડક થવા જઈ રહ્યો છે. તે અગાઉ હેલ્મેટ પહેરાવવા અંગેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરે સોલેક્સ એનર્જી લિમિટેડ સાથએના પ્રેમ અને લાગણીના પ્રતીક "વેલેન્ટાઇન ડે" ના અવસરે પોતાના કર્મચારીઓ અને જનતા માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો હતો. 

સલામતી સૌની જવાબદારી

હેલ્મેટ ઓન, લવ સ્ટ્રોંગ, સેફ્ટી ફર્સ્ટ, ઓલવેઝ" ની થીમ આધારિત આ ઈવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યાં હતાં. સોલેક્સ એનર્જીના ચેરમેન અને એમડી ચેતન શાહે કહ્યું કે, અમે માનીએ છીએ કે, કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ માત્ર કાર્યસ્થળ સુધી સીમિત હોતો નથી. તેમનું કલ્યાણ અને વિકાસ અમારી પ્રાથમિકતા છે. માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સમગ્ર પરિવારની હાલત કફોડી થઈ જાય છે. વ્યક્તિ સુરક્ષિત રહે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે. માર્ગ સલામતી દરેકની જવાબદારી છે અને હેલ્મેટ વિતરણ દ્વારા અમે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. 14 ફેબ્રુઆરી, 2019 ના પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને પણ યાદ કરીએ છીએ. તેમની શહાદત આપણને જીવનનું મૂલ્ય અને તેને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારીનું મહત્વ સમજાવે છે. 

પરિવારની સલામતી માટે હેલ્મેટ જરૂરી

સુરત પોલીસ કમિશનર, અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે, " આજના દિવસે આપણે શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ. તે ઉપરાંત એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીને પણ યાદ કરીએ છીએ. માર્ગ સલામતી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. હેલ્મેટ પહેરવું, એ જીવ બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આ માત્ર કાયદાના પાલનની વાત નથી, પણ સાથે-સાથે જીવનનું રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ પગલું પણ છે. અમે તમારા જીવનની પરવાહ કરીએ છીએ તમે પણ તમારા પરિવારની પરવાહ કરો. હું તમામ લોકોને હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર વાહનચાલક બનવા અપીલ કરું છું. વાહનચાલકોએ પોતાની અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોક્કસપણે, આપણે સાથે મળીને રસ્તાઓને સલામત બનાવી શકીશું.

આ સમાચાર શેર કરો