મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાની જય સોમનાથ સોસાયટીના બાળકોનું સરાહનીય કાર્ય, કામને રહિશોએ બિરદાવ્યું

રાજ્યમાં લોકોએ ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગ

મહેસાણાની જય સોમનાથ સોસાયટીના બાળકોનું સરાહનીય કાર્ય, કામને રહિશોએ બિરદાવ્યું

રાજ્યમાં લોકોએ ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. લોકોએ કાપ્યો છે...કાપ્યો છે....લપેટ....લપેટ....ની બૂમો પાડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ત્યારે આ વચ્ચે મહેસાણામાં બિલાડી બાગ વિસ્તારમાં આવેલી જય સોમનાથ સોસાયટીના ભૂલકાઓએ સહારનીય કાર્ય કર્યું હતું.

પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે દોરીઓ અને ફાટેલા પતંગોને એકત્રિત કર્યા

બાળકોએ  ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કર્યા બાદ પતંગના દોરા અને ફાટેલા પતંગને કચરો એકત્રિત કર્યો હતો. આ દોરીઓથી પક્ષો ઘાયલ ન થાય તેવી વિચારસરણીથી ભૂલકાઓએ અદભુત કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના પ્રખ્યાત બે ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, પોલીસ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

બાળકોના આ કાર્યને તમામે બિરદાવી હતી

ભૂલકાઓએ સોસાયટીના 30 મકાનોની છત પરથી પતંગના દોરી અને ફાટેલા પતંગોને એકત્રિત કરીને તેને સળગાવીને હોળી કરી હતી. બાળકોના આ કાર્યને વૃદ્ધો અને સમાજના મોભીઓએ બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો