ગેમ ઝોનમાં અગ્નિકાંડના પડઘા, સુરત કલેક્ટર કચેરીએ પાલિકા-પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની તાકીદે યોજાઈ બેઠક
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગથી ડેથઝોનમાં 30થી વધુ જીવ હોમાઈ ગયા છે. ત્યારે સુરતમાં પણ આવી દુર્ઘ

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગથી ડેથઝોનમાં 30થી વધુ જીવ હોમાઈ ગયા છે. ત્યારે સુરતમાં પણ આવી દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીમાં પાલિકા કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેક્ટર દ્વારા તમામ પાસેથી માહિતીઓ મંગાવવામાં આવી છે. જ્યાં એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તાકીદે મળેલી બેઠકમાં એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં લોકો એકઠા થાય છે. ત્યાં લોકોની સલામતી માટે લોકો એકઠાં થાય છે. ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વિભાગોમાં પોલીસ, જીઆઈડીસી, એજ્યુકેશન, ડીજીવીસીએલ સહિતનાની ટીમ એકમેકના સંપર્કમાં રહીને કામ કરી રહી છે. જે હોસ્પિટલ, માર્કેટ પ્લેસ, ગેમિંગ ઝોન સહિતની જગ્યાએ પગલાં લઈને ચેકીંગ કરી રહી છે.
કડક કામગીરી કરાશે
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તમામ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતાં. આ મિટીંગમાં સરકારની સૂચના પ્રમાણે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે. તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરશે. સ્ટ્રીકલી તમામ કામગીરી કરવામાં આવશે. પબ્લિક સેફ્ટીને લઈને તમામ કામગીરી કરવામાં આવશે.








